રાતદિવસ બસ ચાલે એમ જ શ્વાસોની ઘટમાળ
અને એક દિ’ સઘળું ચીરતો આવી પહોંચશે કાળ
ટક ટક કરતાં કાંટાને પણ હરાવવાની હોડ,
ચાવી ભરતાં જાણે ક્યારે બંધ પડશે ઘડિયાળ
સંબંધોના તાણાંવાણાં છો વીંટાયા ચારેકોર,
ખેંચાશે બસ એક જ દોર…ને ચીરાશે આ જાળ
ક્ષણે ક્ષણે ઉજવી લઈએ આ હોવાપણાંનો ઉત્સવ
એ પહેલાં કે અસ્તિત્વ સાથ છોડી દે..અંતરિયાળ
જીના-માનસી

1 comment
Comments feed for this article
February 11, 2009 at 12:18 pm
કુણાલ
ટક ટક કરતાં કાંટાને પણ હરાવવાની હોડ,
ચાવી ભરતાં જાણે ક્યારે બંધ પડશે ઘડિયાળ
સંબંધોના તાણાંવાણાં છો વીંટાયા ચારેકોર,
ખેંચાશે બસ એક જ દોર…ને ચીરાશે આ જાળ
સુંદર શબ્દો…. જીવનની ક્ષણભંગુરતાને ઉજાગર કરતી સુંદર કૃતિ…
આના જેવો જ કંઈક ભાવ દર્શાવતી એક પંક્તિ લખી હતી….
“ખબર છે મોત એને પૂરી દેશે પળવારમાં ?
કેટલી છીછરી છે આ ગહન જીવનની ઊંડાઈ.”
આમ જ લખતા રહો…