After a loooooooooooong time…here comes something again!
મારા અસ્તિત્વના અણુએ અણુમાં તું વ્યાપ્ત છે,
અને મારા અસ્તિત્વથી જ તું અજ્ઞાત છે!
મારી પ્રત્યેક મનસામાં ઝળકે ફક્ત તું જ,
છતાં, તું મને સ્મરે બસ એટલું જ પર્યાપ્ત છે.
મારી દુઆઓમાં હું ઈચ્છું તારી ખુશીઓ,
અને તારું પ્રત્યેક સ્મિત એ દુઆઓની કબૂલાત છે!
મારી ઉર્મિઓની સામે તારી લાગણીની કોઈ માગણી નથી,
અરે આ તો પ્રેમ છે…અને એમાં ક્યાં કોઈ વસૂલાત છે!
જીના-માનસી

2 comments
Comments feed for this article
January 21, 2009 at 6:16 am
કુણાલ
સુંદર શબ્દો…
પ્રિયતમ અને ઈશ્વર બંનેને માટે હૈયું ચીરીને નીકળેલા શબ્દો…
“છતાં, તું મને સ્મરે બસ એટલું જ પર્યાપ્ત છે.” … સાચે જ જો ઈશ્વર પણ જો આપણને સ્મરે એટલી ભક્તિ વિકસાવી લઈએ તો પર્યાપ્ત છે.. ત્યારબાદ કાંઈ કરવાનું બાકી ન રહે !!!
“મારી દુઆઓમાં હું ઈચ્છું તારી ખુશીઓ,
અને તારું પ્રત્યેક સ્મિત એ દુઆઓની કબૂલાત છે!”
સુંદર પંક્તિ… એક ઉર્દુ શેર યાદ આવ્યો…
मैं किसीके दस्त-ए-तलब में हुं, तो किसीके हर्फ़-ए-दुआ में हुं,
मैं नसीब हुं किसी और का, मुज़े मांगता कोई और है…
keep writing…
January 22, 2009 at 8:57 am
Maulik
Pela Jagjtbhai kahe chhe ne
Thak gaya hu karte karte yaad tujko
ab tujhe me yaad aana chahta hu
Very good. This should reach to a wider audience.