પ્રેમને ખાતર પ્રેમ કર્યોં એ પ્રેમ ખરો કે ખોટો

સબંધ નામે વહેમનો આમ જ ફૂટી ગયો પરપોટો….

 

સિંચ્યા કર્યો રાત દિવસ આ સબંધોનો વેલો

તો ય આવ્યો ફળને નામે આઘાત જ મસમોટો

 

બેઉ કાંઠે છલકાતાં’તાં ઉર્મિઓના ઘોડાપૂર

તો ય જાણે લાગણીઓનો પડી ગયો કેમ તોટો

 

સપનાંઓના રંગભરેલાં મેઘધનુષી કાગળ ઉપર

કાળના હાથે પડી ગયો છે કાળો એક લિસોટો