ઘણાં વખતથી એક એવો કાવ્ય પ્રકાર હતો જે અમને ખૂબ fascinate કરતો હતો.  તો આજે વિચાર્યું કે થોડામાં ઘણું કહી જવાની કળા આજે અજમાવી જ લઈએ.  તો પ્રસ્તુત છે હાઈકુ પરત્વે અમારો પ્રથમ પ્રયાસ….તમને કેવો લાગ્યો ચોક્કસ કહેજો.

1. મળી મુજને

શબ્દપ્રસવ પીડા

આઠે પ્રહર

 

2. ઝાકળ છે કે

પરસેવો પુષ્પનો

શરમ તણો

 

જીના-માનસી