મેં જ્યારે અક્ષત ભરેલા કળશને ઠેસ મારી…

મેં જ્યારે કંકુવાળાં પગલાં આ ઘરમાં પાડ્યા…

મેં જ્યારે કોડી-કરડાના દાવ જીત્યા…

મેં જ્યારે મીંઢળની ગાંઠો છોડી…

ત્યારે બસ એક જ અપશુકન થયેલું…

અમારા પૂર્વગ્રહો અમને આડા ઉતર્યા…

 

જીના-માનસી