“આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી!”
હવે તો એ ગામ પણ નથી રહ્યા અને એ સુંવાળી પણ નથી રહી…અને સુંવાળી ખાય એવા છોકરાઓ પણ નથી રહ્યા. (અરે, આજના છોકરાઓને સુંવાળીનો અર્થ પણ ખબર હશે કે નહીં તે કોને ખબર!) અત્યારે તો સુંવાળીનું સ્થાન લીધું છે ‘celebrations’ ના ચમકતા ચોકલેટ બોક્સીસે! એક સમય હતો જ્યારે દિવાળીની તૈયારી મહિના પહેલાં શરૂ થઈ જતી. સાથે મળીને સૌ ઘર સાફ કરતાં, ઘૂઘરા, મઠિયા, ચોળાફળી બનાવતા…એ વખતે togetherness ના એ આનંદ સામે આ બધા કામ કરવાનો થાક ક્યારેય ન’ તો વર્તાતો. અને આજે ઘડિયાળના કાંટે દોડતા જીવન પાસે સાથે બેસવાનો ય સમય નથી! એમાં આ બધાનો તો ક્યારે વારો આવે?
મીઠાઈના સ્થાને ચોકલેટ્સ, રંગોળીના સ્થાને સ્ટીકર્સ, દીવડાંના સ્થાને ઝગમગતી લાઈટ્સની સિરીઝ અને સૌથી વધારે તો, આંખોમાં આવકારના અમીને સ્થાને ચહેરા પર સિન્થેટીક સ્મિત…અને પછી લોકો ફરિયાદો કરે છે કે તહેવારોમાં પહેલાં જેવો charm નથી રહ્યો….
જૂની પેઢીને હમેશા નવી પેઢી સામે અનેક ફરિયાદો રહેલી હોય છે કે અમારી વખતે તો આમ હતું, અમે આમ કરતાં’તા…ત્યારે નવી પેઢી હંમેશા એને જનરેશન ગેપમાં ખપાવી દઈને આંખ આડા કાન કરતી હોય છે. પણ જે રીતે તહેવારો ઉમંગ-ઉલ્લાસ-પરંપરાના ઓચ્છવને બદલે show-off celebration ના પ્રતીક બની ગયા છે તે જોતાં જૂની પેઢીની ફરિયાદો પણ કંઈક અંશે સાચી છે એવું નથી લાગતું?
જીના-માનસી

2 comments
Comments feed for this article
November 12, 2008 at 1:16 pm
કુણાલ
જીવનમાં ભૌતિકતાને સર્વોપરી સ્થાન આપવાને લીધે મનુષ્ય પોતાના અને અન્યોના જીવનની જે દુર્દશા કરે છે તે સાચે જ દુ:ખપ્રેરક ઘટના છે ….. અને જેનું દુષ્કર પરિણામ આજે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો અનુભવી જ રહ્યા છે…
એમની સંસ્કૃતિની અને પેઢીની આવી અવદશા જોઇને આપણે અને નવી પેઢી જો કાંઈક શીખશે તો જ ભવિષ્ય ઉજળુ હશે … નહિ તો ફરી થી પશ્ચિમી વર્તમાનનું પુનરાવર્તન સિવાય બીજું પરિણામ શક્ય નથી… !!
November 15, 2008 at 6:47 am
majlis
Thank you very much for your inputs.