9/11…

7/11…

7/23…

7/26…

9/13…

એક મહિનો…એક તારીખ…એક સમય….એક ક્ષણ…એક ધડાકો… અને એ ધડાકા પછીની સ્મશાનવત્ શાંતિ.  કારણકે એ ધડાકાથી ફક્ત એક જીવન નથી સમાપ્ત થતું પરંતુ તેની સાથે જોડાયેલ કંઈ કેટલાય જીવનમાં એક સ્મશાનવત્ સૂનકાર વ્યાપી જાય છે.

પણ ધન્ય છે માણસના ખમીરને, ખુમારીને, જીવનને જીવવાની અદમ્ય ઝંખનાને કે એ અટકતો નથી…આવી મરણતોલ થપાટો સહ્યા પછી પણ એ જીવનને એજ ઉત્કટતાથી, એ જ ઉત્સાહથી માણે છે.  કારણકે કદાચ એ જ સનાતન સત્ય છે કે જીવન વહેવાનું નામ છે…the show must go on!

અને કદાચ સમગ્ર માનવજાતની આતંકવાદને એક લપડાક છે.

તો આવો મજલિસમાં મનાવીએ માનવતાનો મહોત્સવ!  જીંદગીને ખુમારીથી જીવી જાણતા અને જીવનના પડકારોને લડી જાણતા કંઈ કેટલાય લોકો તમારી આસપાસ પણ હશે જ.  અમને અને મજલિસના વાચકોને તેમના વિશે જાણવું ગમશે…

જીના-માનસી