મજલિસ - કલાપારખુઓનું સાયુજ્ય…that’s how we defie our blog!  By the way we are  Jina & Mansi…advertising professionals.

આ બ્લોગ થકી અમારો પ્રયાસ છે કલારસિકો અને કલાપારખુઓનું એક એવું સાયુજ્ય રચવાનું કે જેમાં તેઓ મુક્તપણે પોતાની કલાની તેમજ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે.

અહીં કલા એટલે કોઈ નિશ્ચિત ક્ષેત્રની આવડત માત્ર નહીં…અહીં કલા એટલે તમારા વ્યક્તિત્વમાં રહેલી કોઈ પણ એવી લાક્ષણિકતા કે જે તમને અન્યોથી અલગ તારવી શકે… પછી ભલે એ તમારા વિચાર જ કેમ ન હોય…!

કંઈક અલગ, કંઈક મૌલિક, કંઈક વિશેષ અને કંઈક ખાસ મળીને રચશે એક એવી ‘મજલિસ’ કે જેમાં ‘વાહ – વાહ’ કહેનારા કદરદાનો ભલે ન હોય પણ likeminded લોકોનું એક એવું વિશ્વ હશે કે જેમાં અભિવ્યક્તિનો આનંદ જ કંઈક અનેરો હશે…!

તો આવો સાથે મળીને માણીએ આ મજલિસને…આપની કવિતા હોય કે ગઝલ, પેઈન્ટીંગ્સ હોય કે શિલ્પકૃતિ, લેખ હોય કે માત્ર એક વિચાર… અમને પ્રતીક્ષા રહેશે આપના વિચારોની, આપની કલાકૃતિઓની, આપના પ્રતિભાવોની… હંમેશા….

જીના - માનસી